ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર

WhatsApp Group Join Now

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં તેમણે એમ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં મેઘો મન મૂકીને વરસશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલની આગાહી ખેડૂતોને રાહત આપનારી છે.

6થી 12 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ 13 સપ્ટેમ્બર બાદ વરસાદની ગતી વધી શકે છે. તથા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, જામનગર, દિવ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદ હજુ ગયો નથી પરંતુ હવે વરસાદ વધશે. નવસારી, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ખેડા અને દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી છે. આણંદ, મહિસાગર અને પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર અને દિવમાં હળવા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગાહી છે. તેમજ 8, 9, 10 સપ્ટેમ્બરે વધુ વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાયા બાદ દેશમાં ફરી એકવાર ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે, આવામાં અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ઉપરાઉપરી સિસ્ટમ બનવાની અને તેની અસર ગુજરાતના હવામાન પર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જુન-જુલાઈની યાદ અપાવતો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી દીધી હતી અને હવે ફરી એકવાર ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને ક્યાંક દેશના પૂર્વના ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતના દક્ષિણ ભાગમાં તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

વરસાદ અટક્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ઓગસ્ટ મહિનો બહુ ઓછા વરસાદવાળો રહ્યો હતો. પરંતુ હવે સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતાઓ છે. તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે.

તેમણે જણાવ્યું કે, 12 પછી 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સારી ચાલવાની શક્યતાઓ છે. તેમણે બંગાળના ઉપસાગરમાં ઉપરાઉપરી સિસ્ટમ બનવાની વાત કરીને જણાવ્યું છે કે, તારીખ 10થી 15 તારીખમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વહનથી આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. 15મી સપ્ટેમ્બર પછી પવન, તાપ સહિતની ગતિવિધિના આધારે ચોમાસા અંગે વધુ ખ્યાલ આવી શકશે તેમ પણ તેમણે જણાવ્યું છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

1 thought on “ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર”

Leave a Comment