ફરી ચોમાસું જામશે; આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ફરી એકવાર ચોમાસાના બીજા રાઉન્ડના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.

આવતા શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરી દેવામાં આવી છે.

22 જુલાઈની આગાહી:
હવામાન વિભાગની આગાહી મુજબ, 22 તારીખે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

23 જુલાઈની આગાહી:
હવામાન વિભાગ દ્વારા 23 તારીખે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં અતિ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

24 જુલાઈની આગાહી:
24 તારીખે જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી બાજુ રાજકોટ, મોરબી, પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 30 જળાશયોમાં 100% થી વધુ જળસંગ્રહ થઈ ગયો છે. જયારે 43 જળાશયોમાં 70થી 100% ની વચ્ચે, 29 જળાશયોમાં 50થી 70% ની વચ્ચે, 49 જળાશયોમાં 25થી 50% ની વચ્ચે તથા 55 જળાશયોમાં 25% થી ઓછો જળસંગ્રહ થયો છે.

ઉપરોક્ત જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment