આજથી (તા. 08/06/2022) વરસાદના મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થઈ છે. આજે 12.40 થી સૂર્યનું પરિભ્રમણ મૃગશીર્ષ નક્ષત્રમાં થયું છે અને આ નક્ષત્ર 21/06/2022 સુધી ચાલુ રહેશે.
આ મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે. આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં વાવણીલાયક વરસાદ પણ પડી શકે છે. સામાન્ય રીતે આ નક્ષત્રમાં બપોર પછી વરસાદની એક્ટિવિટી નોંધાતી હોય છે.
સૂર્ય જ્યારે મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. આ વર્ષે સૂર્ય 8મી જૂને મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 21મી જૂન સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં રહેશે. ગ્રહ-નક્ષત્રની સ્થિતિ સૂચવે છે કે, આ વર્ષે એકંદરે વરસાદ સારો પડશે. જૂનમાં મધ્યમ અને જુલાઈમાં ભારે વરસાદ પડશે.
આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશતા પહેલા સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય છે. પ્રાચીન માન્યતા એવી છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં કુદરત અને પૃથ્વી તપે તો વરસાદ સારો થવાની સંભાવના હોય છે. મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન ગરમી વધારે પડે તો સમજવું કે આ વર્ષે વરસાદ સારો થશે.
જો ગ્રીષ્મનાં અંતમાં કેરીના વૃક્ષોને પણ હલબલાવી નાખે એવી તેજતર્રાર હવા વહે તો સમજી લેવું કે હવે વર્ષાઋતુ આવવાની છે. જ્યારે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત આવે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીમાં રાહત મળશે અને દક્ષીણ-સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે. ગઈ કાલે સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં સારો વરસાદ નોંધાયો હતો.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.