આગામી ત્રણ દિવસ મેઘતાંડવ / આ વિસ્તારો સાવધાન, ભારે થી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનને પગલે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ રાજયમાં ચોમાસાની સાથોસાથ સારો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અહીં આ વીડિયોમાં આપણે 27 જુનથી 3 જુલાઈ સુધીની આગાહી જાણીશું એ પહેલા જો તમે અમારી ચેનલમાં

ગુજરાતના કાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મીડ લેવલ સુધી વિસ્તરેલ છે. બંગાળની ખાડીનુ લો પ્રેશર ઉતરી ઓરીસ્સા અને લાગું દક્ષિણ ઝારખંડના ભાગો પર છે અને તેનું આનુસંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કીમી સુધી વિસ્તરેલ છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુંકેલું ધરાવે છે.

આ લો પ્રેશર આવતા બે દીવસ સુધીમાં આગળ વધીને ઉતર મધ્યપ્રદેશ સુધી પહોંચશે. ઓફસૌર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયા કીનારા સુધી સક્રિય છે.

આગાહી સમયના શરૂઆતમાં ગુજરાતના કાંઠે અરબી સમુદ્રના UAC ના લીધે રાજ્યમાં છુટા છવાયા વિસ્તારમાં વરસાદનો લાભ મળતો રહેશે. જયારે 28 જુનથી મધ્ય પ્રદેશ પરના લો પ્રેશરને આનુસંગિક uac નું ટ્રફ કે બહોળું સર્ક્યુલેશન ગુજરાતને અસરકર્તા રહેશે જેથી વરસાદનો વિસ્તાર અને માત્રામા વધારો થશે.

આગાહી સમય દરમિયાન 28 જુનથી 2 જુલાઈ દરમિયાન મુખ્ય રાઉન્ડ જોવા મળશે. વરસાદના આ રાઉન્ડ દરમિયાન સૌરાષ્ટ્રમાં 25થી 125 મીમી, દક્ષિણ ગુજરાતમાં 50થી 200 મીમી, જયારે મધ્ય ગુજરાતમાં 25થી 150 મીમી, ઉત્તર ગુજરાતમાં 10થી 100 મીમી તથા કચ્છમાં 10થી 50 મીમી. સુધી વરસાદ જોવા મળશે. વધુ વરસાદના કોઈ કોઈ સેન્ટરમાં 200મીમી કરતા વધુ વરસાદની સંભાવના રહેશે.

હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

આ સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે સારો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છના પણ કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment