વરસાદ એલર્ટ: ઓતરા કાઢશે છોતરા, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ, ભારેથી અતિભારે વરસાદ

WhatsApp Group Join Now

ગુજરાતના ખેડુતમિત્રો વરસાદના જે રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે રાઉન્ડ આવી ગયો છે. આપણે અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે, ઉપરા ઉપર બે ત્રણ લો પ્રેશર બનશે અને વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે. જેને પ્રથમ લો પ્રેશરમાં વારો નહિ આવે તેના માટે 13 તારીખે બીજુ લો પ્રેશર બનશે બાદમાં ત્રીજુ લો પ્રેશર પણ બનવાની શકયતા છે તે મુજબ ગઈ કાલે 13 તારીખે બીજુ લો પ્રેશર બની ગયુ છે અને ત્રીજું લો પ્રેશર પણ 18/19 તારીખ આસપાસ હજુ બનશે.

આ બંને લો પ્રેશર ગુજરાતને અસરકર્તા રહેશે. ગઈકાલે બનેલુ બીજુ લો પ્રેશર તો સીધુ ગુજરાત પર જ આવી રહ્યું છે. લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાતમાં ગઈ કાલે હળવા વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. તેવી જ રીતે આજે પણ બપોર બાદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ગઇકાલની જેમ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે. તો બીજી તરફ ઉતરપૂર્વ, મધ્યપૂર્વ અને દક્ષિણપૂર્વ ગુજરાતના અમુક વિસ્તારમાં કડાકા ભડાકા વાળો વરસાદ પણ પહોંચી શકે છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય; ગુજરાતમાં આ તારીખથી ફરી મેઘરાજા બોલાવશે ધબધબાટી, ભારેથી અતિભારે વરસાદની આગાહી

મુખ્યત્વે વરસાદના આ રાઉન્ડની શરૂઆત આજે રાત્રે કે આવતીકાલથી ગણવી જેમાં પહેલા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બાજુથી વરસાદ અંદર આવતો જશે અને જેમ સિસ્ટમ નજીક આવે તેમ એકાદ બે દિવસમાં કડાકા ભડાકા વાળો વરસાદ સૌરાષ્ટ્ર/કચ્છ તરફ આગળ વધતો જશે.

આ રાઉન્ડમાં મુખ્યત્વે કડાકા ભડાકા વાળા વિસ્તાર વધુ રહેશે. જ્યારે સિસ્ટમ નજીક કડાકા ભડાકા વગરનો વરસાદ પણ જોવા મળી શકે છે. ઘણા વિસ્તારમાં પવન સાથે પણ વરસાદ આવી શકે છે. વરસાદનો આ રાઉન્ડ ડબલ લો પ્રેશર રાઉન્ડ છે બીજા લો પ્રેશરાની અસર પુરી થાય ત્યાં ત્રીજાની અસર ચાલુ થઈ જશે.

આ પણ વાંચો: સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ; ક્યું વાહન? કેટલો વરસાદ? ભારેથી અતિભારે વરસાદની આગાહી…

વરસાદનો આ રાઉન્ડ 25/26 તારીખ સુધી ચાલે તેવી શકયતા ગણવી. આ રાઉન્ડમાં સાર્વત્રિક સારા વરસાદના ઉજળા સંયોગ છે કમનસીબે અમુક વિસ્તારમાં જો કોઈને હળવો આવી જાય તો બાકી સારા વરસાદની બધી બાજુ શકયતા રહેશે.

હવે વાત કરીએ ભુક્કાની તો સિસ્ટમ કેન્દ્ર જ્યાંથી પસાર થશે ત્યાં અમુક વિસ્તારમાં રીતસરના ભુક્કા નીકળશે. જેમાં બે શકયતા ગણવી તેમાં, પ્રથમ દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્ર પટો અથવા મધ્ય ગુજરાતથી ઉત્તર સૌરાષ્ટ્ર પટો હાલમાં ઉત્તર ગુજરાતથી કચ્છ પટામાં પસાર થાય તેવી શકયતા ખૂબ ઓછી દેખાઈ છે. આ સિસ્ટમ થોડી ઉપર નીચે થઈ પણ શકે એટલે ટૂંકમાં આ રીતે પસાર થાય તેમાં અમુક વિસ્તારમાં રીતસરના ભુક્કા નીકળી જશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

1 thought on “વરસાદ એલર્ટ: ઓતરા કાઢશે છોતરા, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ, ભારેથી અતિભારે વરસાદ”

Leave a Comment