ગઈકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. અમુક અમુક વિસ્તારોમાં ભારે થઈને અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો.
આજે પોરબંદર, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ અને નવસારીના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આ વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
આ સિવાય સુરત, તાપી, ડાંગ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
આજે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં વરસાદની સંભાવના વધુ છે જ્યારે કચ્છના લગભગ મોટાભાગના વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં એમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સંભાવના વધુ ગણી શકાય છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે. ટૂંકમાં ઓલ ઓવર રાજ્યમાં આજે આખો દિવસ વરસાદની એક્ટિવિટી જોવા મળશે પરંતુ ખાસ કરીને પશ્ચિમ કચ્છ તેમજ મધ્ય ગુજરાત લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ રહેશે.
ઓફશોર ટ્રફની અસરથી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સારી એક્ટિવિટી જોવા મળશે. ગઈકાલ કરતા આજે ખાસ કરીને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની સાથે પવનનું જોર વધુ જોવા મળશે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.