આવાસ યોજના 2022: આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ક્યાં ક્યાં પુરાવા જોવે? ફોર્મ ક્યાં ભરવું?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુકત જાતિઓના ઘરવિહોણા હોય તેવી વ્યકિતઓને રાજય સરકાર અને ગાંધીનગરની વિકસતી જાતિ કલ્યાણ કચેરીના નિયામક દ્વારા અમલી એવી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (Pandit Deendayal Upadhyay Awas Yojana) હેઠળ મકાન સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેવી વ્યકિતઓ અને સરકારશ્રીના ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા હોય તેવા જિલ્લાના જે લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર તા. 30/06/2022 સુધીમાં ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.

આ યોજનાનો લાભ કોને મળી શકે?
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુકત જાતિઓના વ્યકિતઓ મૂળ ગુજરાતના વતની હોવાની સાથે કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂા. 1,50,000/-થી વધુ ન હોવી જોઇએ.

આ અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ સમાજ કલ્યાણ વિભાગ કે ગુજરાત રાજયના અન્ય કોઇ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલી ન હોવી જોઇએ. વધુમાં આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઇ એક વ્યકિતને જ એક જ વાર મળવાપાત્ર છે.

આ યોજનાની શરતો:-
(1) નવું મકાન બનાવવા બાંધકામ માટે સહાય આપવામાં આવે છે.આ યોજનામાં તમને તૈયાર મકાન આપવામાં આવતું નથી.

(2) જેમના નામે કોઈ એક પણ મકાન હોય તો આ યોજનાનો લાભ મળતો નથી.

(3) યોજનાનો લાભ લેવા માટે તમારા નામે પ્લોટ હોવો જોઈએ

(4) પિતાના નામે મકાન હોય અને દીકરાના નામે કોઈ મકાન ના હોય તો આ યોજનાનો લાભ મળી શકે છે. તેમાં દીકરાનું રેશનકાર્ડ અલગ હોવું જોઈએ.

(5) જુનુ મકાન જર્જરીત હોય તો તેને પાડી પાયામાંથી નવું મકાન બનાવવા માટે આ યોજનાનો લાભ મળી શકે છે.

(6) મકાનની બાંધકામની સમયમર્યાદા બે (૨) વર્ષની રહેશે. બે વર્ષ દરમ્યાન મકાન તૈયાર થઈ જવું જોઈએ.

આ યોજનાનો લાભ લેવા જરૂરી આધાર પુરાવા:-
(1) લિવિંગ સર્ટિફિકેટ
(2) આવકનો દાખલો
(3) અરજદારના રહેઠાણના પુરાવો
(4) કોઈ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તો ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
(5) જમીન માલિકનું આધાર દસ્તાવેજ આકારણી પત્રક હકક પત્રક કે સનદ પત્રક
(6) અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી/ સીટી તલાટી કમ મંત્રી સર્કલ ઈન્સ્પેકટર આપવાનું પ્રમાણપત્ર
(7) મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
(8) બીપીએલ નો દાખલો
(9) વિધવા મહિલા હોય તો પતિના મરણનો દાખલો
(10) ચતુર દિશા દર્શાવતા નકશા ની નકલ
(11) પાસબુક કેન્સલ ચેક
(12) પાસપોર્ટ ફોટો

આ યોજનાનું ફોર્મ ક્યાં ભરવુ?
આ યોજનામાં ફોર્મ ભરવા માટે સમાજ કલ્યાણ વિભાગની અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ભરવાનું રહેશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *