સાવધાન: મીની વાવાઝોડું આવી રહ્યું છે, આ વિસ્તારમાં તોફાની પવન સાથે ભારે વરસાદ

WhatsApp Group Join Now

ગઈ કાલે અરબી સમુદ્રનાં વિસ્તારમાં નવું લો પ્રેશર બન્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આ લો પ્રેશરની અસર 27 અને 28 તારીખે જોવા મળશે. આ લો પ્રેશર ગુજરાત તરફ વરસાદ લાવશે. આ મીની સાયક્લોનિક સીસ્ટમનાં કારણે ગુજરાતમાં ચોમાસું આગળ વધશે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.

28 જૂનના રોજ ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સારબકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 29 જૂનના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, અમદાવાદ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના છે.

તેમજ 30 જૂનના રોજ જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો હતો. અને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment