ગુજરાતમાં પ્રિ-મોન્સુન વરસાદ શરૂ; ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે?

WhatsApp Group Join Now

Pre-monsoon Rains in Gujarat: દેશમાં હાલમાં ચોમાસુ રેખા આગળ વધી મહારાષ્ટ્ર સુધી આવી ગઈ છે અને જ્યાં ન ચોમાસુ પહોંચ્યું છે ત્યાં તે તેના નિયત સમય કરતાં બે દિવસ વહેલુ અથવા નિયત સમયે પહોંચ્યું છે જે આપણા માટે ખુશીના સમાચાર છે.

ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સુન વરસાદની સારી શરૂઆત થઈ ગઈ છે. આજે જામનગર જિલ્લાના કેટલાક ભાગોમાં તો વાવણી લાયક વરસાદ પડ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થઈ ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં પ્રિ-મોન્સુન વરસાદ શરૂ થઈ જશે.

હજુ પણ ચોમાસુ આગામી બે દિવસમાં આગળ વધીને મુંબઈમાં પણ પ્રવેશ કરી લેશે, તો દક્ષિણ ગુજરાતના નવસારી અથવા સુરત સુધી 13 જૂન સુધીમાં બેસવાનું અનુમાન છે. આમ, ગુજરાતમાં 13 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે.

Pre-monsoon Rains in Gujarat: જ્યારે દક્ષિણ ગુજરાતના બાકીના ભાગ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સીમનાથ તથા તેને લાગુ જિલ્લાના અમુક વિસ્તાર સુધી 18 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

જ્યારે 22 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના બાકી રહેતા જિલ્લાના વિસ્તારો પણ કવર થઈ જાય તેવી શકયતા દર્શાવી હતી તે મુજબ તે શકયતા પણ યથાવત છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત માટે જૂન મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ત્યાં પણ ચોમાસુ પહોંચી જાય તેવી શકયતા રહેલી છે.

જે તે વિસ્તારમાં સત્તાવાર ચોમાસાનું આગમન થાય તે પહેલાં પણ જે તે વિસ્તારમાં વરસાદ આવી શકે અને આગમન થઈ ગયુ હોય તો પણ તે વિસ્તારમાં વરસાદ ન હોય તેવું પણ બની શકે છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

સત્તાવાર ચોમાસુ અમુક નિયમને આધીન જાહેર કરવામાં આવતું હોય છે. વરસાદ તે પહેલાં અથવા પછી પણ આવી શકે છે. સત્તાવાર ચોમાસુ બેસે ત્યારે વરસાદ આવે તે જરૂરી હોતુ નથી.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment