Gujarat Rain Forecast: ચોમાસુ હાલ મહારાષ્ટ્ર સુધી પહોચ્યું તેમજ ભારતના બીજા અન્ય ભાગોમાં પણ આગળ વધ્યુ છે. આવતા ત્રણ દિવસમાં મુંબઈમાં ચોમાસુ આગળ વધે તેવી શક્યતા છે.
આ દિવસો દરમિયાન ગુજરાતમાં પ્રિ મોન્સુન વરસાદની શરૂવાત જોવા મળી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે.
8 જૂનથી સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા વિસ્તારમાં પ્રિ મોન્સુન વરસાદની શરૂવાત થઈ શકે છે. 6થી 13 જૂન દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે અરબી સમુદ્ર વાળા UAC અંતર્ગત વરસાદી માહોલ જોવા મળી શકે છે.

Gujarat Rain Forecast: ખાસ જણાવવાનું કે 8/9 તારીખથી છૂટા છવાયા વિસ્તારમાં વાવણીલાયક વરસાદની શરૂવાત થઈ જશે. વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. 13થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન પણ થાય એવી શક્યતા છે.
જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તેની આગાહીમાં જણાવ્યું કે, ગઈ કાલે મહારાષ્ટ્રમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.
ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે.
તો બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 9 જૂનથી 11 જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.