કરો વધામણા, ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચ્યું; ગુજરાતના આટલાં જિલ્લામાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Preparation of Monsoon in Gujarat: નૈઋત્યનું ચોમાસુ 10 જૂનના રોજ ઉત્તર અરબી સમુદ્રના ભાગો અને મહારાષ્ટ્રના વધુ ભાગોમાં આગળ વધીને ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે, જે આગામી બે દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી કરશે.

ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જ પ્રિ મોન્સુન એક્ટીવિટીના લીધે ગુજરાતના અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે.

આજે હજુ રાજ્યમાં પ્રિ મોન્સુન વરસાદ ચાલુ રહેશે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વ ગુજરાત, લાગુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્ટીવીટીના ભાવ રૂપે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં પ્રિ મોન્સુન વરસાદની સંભાવના છે.

આ સિવાય કચ્છમાં ગાંધીધામ આસપાસના વિસ્તારોમાં સાંજ આસપાસ પ્રિ મોન્સુન વરસાદની શક્યતા છે. તો ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લા આસપાસ કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. પૂર્વ બનાસકાંઠા અને મેહસાણા આસપાસ પણ વરસાદ પડે એવી શક્યતાઓ છે.

Preparation of Monsoon in Gujarat: આ સિવાય આજે બનાસકાંઠા અને પાકીસ્તાન બોર્ડર (વાવ થરાદ બોર્ડર) પર પણ હળવા વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં રાત્રી સમયમાં વરસાદની સંભાવના વધુ રહેશે.

હાલ અત્યારે ભાવનગર, અમરેલી, બોટાદ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ગઈ કાલે ગુજરાતના 14 જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થયું હતું.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે, આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોંમ સહિત વરસાદની આગાહી છે. 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment