Punarvasu Nakshatra 2024: રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો થઈ ગયો છે. એમાં પણ અમુક વિસ્તારોમાં તો વરસાદે ભુક્કા બોલાવી દિધા છે.
સાર્વત્રિક વરસાદનો એ રાઉન્ડ વરસાદના આદ્રા નક્ષત્રમાં આવ્યો હતો. આજથી વરસાદના પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે તો અહીં આપણે પુનર્વસુ નક્ષત્ર અંગેની માહિતી મેળવીએ.
સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં શુભકારી પ્રવેશ જેઠ વદ અમાસને શુક્રવાર તારીખ 05/07/2024 ના રોજ થશે. સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11 વાગીને 52 મીનીટે કરશે. આ નક્ષત્રનું વાહન હાથી છે.
પુનર્વસુ નક્ષત્ર લોકવાયકા:
“પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા”
લોકવાયકા મુજબ, જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે આ બે નક્ષત્રમાં1 જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે.
અંબાલાલ પટેલની આગાહી:
Punarvasu Nakshatra 2024: આજથી પુનર્વસુ નક્ષત્ર શરૂ થતાં 5 જુલાઈએ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. 6 જુલાઈના રોજ રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ 7 જુલાઈના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. કોઈ ભાગમાં વરસાદી છાંટા પડી શકે છે. દેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા રહેતા ગુજરાતના મધ્યભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
આ સિવાય અંબાલાલે 9થી 11 તારીખમાં વરસાદની શક્યતા વ્યકત કરી છે. 7થી 8 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા તેની અસરના લીધે 14 જુલાઈ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી:
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવારે ભારે વરસાદની આગાહી આપી છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
ગુજરાતમાં વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાથે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઈન છે.
ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.