વરસાદ એલર્ટ: આગામી 48 કલાક ભારે વરસાદ, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

બે ત્રણ દિવસથી વરસાદે થોડો વિરામ લીધો છે જોકે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા તો અમુક વિસ્તારમાં ભારે ઝાપટા પડી રહ્યા છે એવામાં હવામાન વિભાગે આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક જીલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. મધ્યપ્રદેશમાં રહેલ લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આજની 22 જુલાઈની આગાહી:
હવામાન વિભાગની આગાહી મુજબ, 22 તારીખે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

23 જુલાઈની આગાહી:
હવામાન વિભાગ દ્વારા 23 તારીખે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં અતિ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

24 જુલાઈની આગાહી:
24 તારીખે જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી બાજુ રાજકોટ, મોરબી, પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment