રાજ્યમાં ફરી એકવાર વરસાદી આફત આવી રહી છે. વરસાદના આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે, તો અમુક વિસ્તારોમાં મેધરાજા રૌદ્ર સ્વરૂપ બતાવશે તેવું લાગી રહ્યું છે.
સીસ્ટમ આધારિત મુખ્ય વરસાદ 10થી 13 સપ્ટેમ્બર દરમિયાન રહેશે. ગત આગાહીમાં જણાવ્યા અનુસાર મોટાભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ જોવા મળ્યો હતો, તો ક્યાંક ક્યાંક છુટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો હતો.
તેમજ ગત આગાહીમાં જણાવ્યું હતુ કે બંગાળની ખાડીમાં 8 કે 9 સપ્ટેમ્બર આજુબાજુ લો પ્રેશર બનશે. જે પ્રમાણે આવતા એકાદ દિવસમાં ભારતીય હવામાન વિભાગ તેની જાહેરાત કરશે. હવે આવતા અઠવાડિયાની વાત કરીએ તો મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં 7 સપ્ટેમ્બર આસપાસ લો પ્રેશર બને તેવી પુરી શક્યતા છે.
જે લો પ્રેશર આવતા દીવસોમાં વધુ મજબૂત બની મધ્ય ભારતના દક્ષિણી ભાગોમાં આગળ વધીને સૌરાષ્ટ્ર કે તેને લાગું સમુદ્ર કીનારા તરફ આવશે તે સીસ્ટમના આનુષંગિક યુએસી અને ટ્રફના લીધે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી પુરી શક્યતા છે.
આગાહી સમયના રાઉન્ડમાં ટોટલ વરસાદનો અંદાજ જોઈએ તો, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં 35 મીમીથી 125 મીમી તો અમુક અતિશય ભારે વરસાદના વિસ્તારોમાં 200 મીમીથી વધુ વરસાદ પડી શકે છે.
કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં 10 મીમીથી 50 મીમી વધુ વરસાદના સેન્ટરમાં 100મીમી સુધી, તો મધ્ય ગુજરાતમાં 25 મીમીથી 75મીમી અને વધુ વરસાદના સેન્ટરમાં 100 મીમીથી વધુ વરસાદ ની શક્યતા છે.
સીસ્ટમ આધારિત હોય અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ અને થંડરસ્ટોર્મ આધારિત ભારે પવન તથા ગાજવીજની શક્યતા છે. જેની ખાસ તકેદારી રાખવી.
ચોમાસાની ધરી હાલ ગંગાનગર, નારનૌલ, ગોરખપુર, દરભંગા, જલપાઈગુડી, જોરહાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ જાય છે. આજે મધ્યપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ (UAC) સર્જાય તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 48 કલાક દરમિયાન મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર બને તેવી શક્યતા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.