બારે મેઘ ખાંગા/ ભાદરવા મહિનામાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદ

આગોતરા એંધાણમાં જણાવ્યું હતું એ રાઉન્ડ આખરે આવી ગયો છે. અને પહેલા જેમ કહ્યું હતું તેમ સારો અને લાંબો રાઉન્ડ જ ચાલવાનો છે. આ વરસાદનો રાઉન્ડ 99% સાર્વત્રિક રાઉન્ડ છે એટલે કોઈએ ચિંતા કરવી નહિ 1% અપવાદ કુદરત માટે જે ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે.

બંગાળની ખાડીમાં ઉપરા ઉપર બે ત્રણ લો પ્રેશર બનશે. જેમાંથી બે ફાઇનલ છે અને ત્રીજા લો પ્રેશરની શકયતા પણ છે. પરંતુ હજુ કહી ના શકાય આગળ જતાં ખ્યાલ આવી જશે.

બંગાળની ખાડીની સાથે અરબીસમુદ્ર પણ એક્ટિવ થશે. (જે ગયા રાઉન્ડમાં વિલન બન્યો હતો અને બંગાળના લો પ્રેશરને ગુજરાત સુધી પહોંચવા દીધુ નહિ) પરંતુ આ વખતે અરબીસમુદ્ર એક્ટિવ થશે તે વિલન બને તેવી શકયતા હાલ ઓછી લાગી રહી છે. આ વખતે ત્રણ શકયતા બની શકે જે નીચે પ્રમાણે છે.

  1. અરબીસમુદ્રમાં સાયકલોનીક સર્ક્યુલેશન બને જે ગુજરાત તરફ આવે અને ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેશરમાં ફેરવાય અને બંગાળની ખાડીનું લો પ્રેશર જે ગુજરાત તરફ આવી રહ્યું છે તે લો પ્રેશર અરબીસમુદ્ર વાળા લો પ્રેશરના ટ્રફમાં ભળી જાય.
  2. અરબીસમુદ્રનું સર્ક્યુલેશન કે લો પ્રેશર જે બન્યું હોય તે બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું હોય તેના ટ્રફમાં ભળી જાય અને બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતના કાંઠે આવી પહોંચે.
  3. અરબીસમુદ્રનું સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈ ને ગુજરાત પર આવી પહોંચે અને બંગાળના લો પ્રેશરને ઉત્તર તરફ ધકેલી દે.

અહીં ત્રણ શકયતા એટલે બને છે કેમ કે અરબીસમુદ્ર એક્ટિવ થાય છે અને અરબીસમુદ્ર એક્ટિવ થાય ત્યારે તે કઈ રીતે વર્તે એના વિશ્લેષણ અત્યંત કઠીન છે. એનું વર્તન સરપ્રાઈઝ માફક હોય છે એટલે અગાવથી ચોક્કસ કહી શકાતું નથી સમય સાથે ધીમે ધીમે જ ખ્યાલ આવી જશે.

હવે આ ત્રણેય શક્યતામાં અંતે જે પ્રમાણે રહે એ પ્રમાણે પણ ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ તો આવશે જ એ ફાઇનલ છે, કેમ કે ગમે એ રીતે વર્તે ફાયદો ગુજરાતને અવશ્ય મળશે. અલગ અલગ શકયતા પ્રમાણે વરસાદની માત્રા અલગ અલગ વિસ્તારમાં ઓછી વધુ થાય એ ફરક રહે પણ બધે સારા વરસાદની શકયતા એટલે કે મધ્યમથી ભારે વરસાદની શકયતા તો બને જ છે. અને ક્યાંક ક્યાંક અતિભારે કે ભુક્કા પણ નીકળી શકે એમ છે.

વળી પાછો બીજુ લો પ્રેશર પણ બનવાનું છે જેની અસર પણ થોડી જાજી આપણને રહેશે તો ખરી જ એટલે રાઉન્ડ લાંબો પણ ચાલશે એટલે આખો રાઉન્ડ પૂરો થાય ત્યાં સુધીમાં બધાના વારા આવી જવાની પુરી શકયતા રહેશે.

આગોતરામાં કહ્યું હતું તેમ મુખ્ય રાઉન્ડ 8 તારીખથી જ ચાલુ થશે પણ આજે દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાતાવરણ સુધર્યું અને વરસાદ ચાલુ થયો છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ આજે 7 તારીખે જ સીમીત વિસ્તારમાં રાઉન્ડના શ્રી ગણેશ થઈ શકે. જેમાં દિવસો જતા સિસ્ટમ જેમ નજીક આવતી જાય તેમ ઉતરોતર વિસ્તાર અને વરસાદની માત્રા વધતી જશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *