1લી ઓગષ્ટથી રાજ્યમાં ઘણી જગ્યાએ વાતાવરણમાં સુધારો ચાલુ થઈ ગયો હતો. આગાહી મુજબ શરૂઆતનાં દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં રેડાં અને પાછળનાં દિવસોમાં વધુ શકયતા રહેશે.
1લી ઓગષ્ટનાં દિવસે સુરત જિલ્લા નાં ઉમરપાડા માં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એ સિવાય 84 તાલુકામાં ઝાપટાં /રેડાં આવ્યા હતા. તો 2જી તારીખે પણ લગભગ 77 તાલુકામાં ઝાપટાંથી લઈને વડોદરા જિલ્લાના કરજણમાં અઢી ઇંચ, નવસારી જિલ્લાના વાંસદામાં બે ઇંચ અને ઘણા તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
4 અને 5 તારીખમાં એક વરસાદનો નાનો રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતા છે. આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે અને કોઈ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ આવી શકે છે.
દક્ષિણ ગુજરાત – વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી ડાંગ, નર્મદા જિલ્લામાં શક્યતા રહેશે. આ સાથે મધ્ય પૂર્વ / ઉત્તર પૂર્વ ગુજરાત – આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં વરસાદની શકયતા રહેશે.
આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારો સારા વરસાદની પણ શકયતા રહેશે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વધુ શકયતા છે. આ સિવાય પણ બધા જિલ્લામાં વરસાદની શકયતા રહેશે.
ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે જેમાં પરિબળોને આધારે ફેરફારો થઈ શકે છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.