અંબાલાલ પટેલની મોટી આગાહી: 10 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

વરસાદના વિરામ બાદ આજે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે.

જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.’

અંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું કે, ‘આગામી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ધનસુરા અને બગસરામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નેત્રંગ, દેહગામ અને ઉચ્છલમાં પોણા 2 ઈંચ તથા ડેડિયાપાડામાં સવા એક ઈંચ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન ખાતાએ આપેલી આગાહીને પગલે હાલ બનાસકાંઠાના ડીસા, પાલનપુર, દાંતીવાડા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.

ખાસ નોંધ:  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment