વરસાદનું પુર્વાનુમાન; બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ, ભારેથી અતિભારે વરસાદ, ક્યારે?

WhatsApp Group Join Now

હાલ વરાપ અત્યંત લાંબી બનતા બધા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે અને લગભગ એક મહિનાથી વરાપ ચાલી રહી છે. ઓગસ્ટ આંખે આખો કોરો ધાકોર જતો રહ્યો છે અને ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારત દેશમાં 1901 થી લઈને 2023 સુધીના છેલ્લા 123 વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ આ વર્ષમાં રહ્યો છે.

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં લો પ્રેશર બનશે અને તેના લીધે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા માટે રાહતના સમાચાર આવી શકે એ મુજબ સ્થિતિ ગોઠવાઈ રહી છે. હવે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણ ક્રમશ સુધારા તરફ જશે એટલે ખૂબ તડકો, ગરમી અને બફારો પણ વધતો જશે જે વરસાદ લાવવા માટે અનુકૂળ વાતાવરણ બનતુ જશે.

આ પણ વાંચો: આજે નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (02/09/2023 ના) મગફળીના બજારભાવ

5 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. પરંતુ ગુજરાતમાં તેનાથી ક્યાં દિવસે રાઉન્ડ શરૂ થાય તે બાબતે હજુ થોડું ઉપર નીચે થતુ રહે કેમ કે તેમાં ઘણા પરિબળો ભૂમિકા ભજવતા હોય છે. પ્રથમ તો બંગાળની ખાડીમાં ક્યાં દિવસે ક્યાં વિસ્તારમાં લો પ્રેશર બને એ અને બીજું જમીની વિસ્તારમાં કેટલી ગતિથી ક્યાં રૂટ પર આગળ વધે અને તેનો ટ્રફનો ઝુકાવ કઈ તરફ હોય એના ઉપર આધાર રાખે છે. ટૂંકમાં હજુ આ પરિબળો સ્પષ્ટ નથી જે લો પ્રેશર બન્યા બાદ સપષ્ટ થશે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો; જાણો આજના (તા. 02/09/2023 ના) કપાસના બજાર ભાવ

યુરોપિયન મોડલની ફ્રેશ અપડેટ મુજબ 6 સપ્ટેમ્બરથી 10મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની એક સારી સંભાવના ગણી શકાય. આ સિસ્ટમ અંગે ગ્લોબલ મોડલના સમીકરણો દર અપડેટમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ પરિસ્થિતિ આવનારા બે દિવસમાં સ્પષ્ટ બની જશે. સંભવિત વરસાદના રાઉન્ડની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતમાં વધુ જોવા મળી શકે. ફ્રેશ અપડેટ મુજબ યુરોપિયન મોડલ પોઝિટિવ જણાઇ રહ્યા છે. પરંતુ ગ્લોબલ મોડલ હજી સંતાકૂકડીનો ખેલ રમી રહ્યા છે.

3 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલથી 14 સપ્ટેમ્બર સુધીની પૂર્વાનુમાન જોઈએ તો હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. તારીખ 3  સપ્ટેમ્બરથી 7 સપ્ટેમબર સુધી છૂટા છવાયા વિસ્તારમાં લોકલ વરસાદ એટલે મંડાણી વરસાદ સાથે ક્યાંક હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. 7 સપ્ટેમ્બરથી વિસ્તારો અને વરસાદનું પ્રમાણ વધશે અને 14 સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ દિવસે અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આ વરસાદી રાઉન્ડમાં હળવો મધ્યમ, ભારે અને અતિભારે વરસાદ જોવા મળશે.

આ વરસાદી રાઉન્ડ પૂરો થાય પછી પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે જેના કારણે 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે આ એક આગોતરું એંધાણ હોવાથી ફેરફારની શક્યતા રહે તે માટે હાલ તેની 50 ટકા જેવી શક્યતા ગણીને ચાલવું.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment