ચોમાસું વધ્યું આગળ; ગુજરાતમાં ક્યારે? આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં વરસાદ

WhatsApp Group Join Now

Rain forecast: હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જયારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની માહિતિ મુજબ, આજે મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જે 2-3 દિવસમાં આગળ વધીને મુંબઈ પહોંચશે અને ત્યાર બાદ તે ગુજરાતમાં પ્રવેશ કરશે. જોકે ચોમાસું પહોંચતા પહેલાં રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી કરવામાં આવી છે.

Rain forecast: હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં 7 જૂન સુધી વાતાવરણ સુકું રહેશે.

આ પછી 8 જૂને રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત કેટલાક જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે બીજા જિલ્લાઓમાં અને દીવમાં વાતાવણ સુકું રહેશે.

રાજ્યમાં 9 જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

10 જુનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવા ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 11 જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાથે જ પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment