વરસાદનું પુર્વાનુમાન; આજથી 2 જુલાઈ સુધીનું, બંગાળની ખાડીમાં લો પ્રેશર

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વાવાઝોડાંની અસર પૂરી થઈ ત્યારથી વાતાવરણ ચોખ્ખું બન્યું છે, પરંતુ ફરી એક વાર રાજયમાં વરસાદી માહોલ જામશે. અહીં આપણે ગુજરાતમાં આજથી 2 જુલાઈ સુધી કેવો વરસાદી માહોલ રહેશે તે અંગે માહિતી મેળવીશું.

આજથી વરસાદી રાઉન્ડની શરૂવાત થઈ શકે છે. આ વરસાદી રાઉન્ડ 2 જુલાઈ સુધી જોવા મળશે. આ વરસાદી રાઉન્ડ ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન આધારિત રહેશે. હાલ જે સિયર ઝોન છે તે ધીમે ધીમે ઉતર બાજુ સ્વિફ્ટ થશે અને તેના આધારે વરસાદી રાઉન્ડ જોવા મળશે.

જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ બાકી છે તેને વાવણી જોગ વરસાદ પડી શકે છે અને જેને વાવણીલાયક વરસાદ થઈ ગયો છે તેને સારો પાણ જોગ વરસાદ પડી શકે છે. અસ્થિરતા આધારિત રાઉન્ડ હોવાથી ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.

બંગાળની ખાડીમાં 26 કે 27 જૂને જે લો પ્રેશર સિસ્ટમ બનશે તેના ટ્રેક બાબતે હજુ થોડોક મતમતાંતર જોવા મળી રહ્યો છે. જો ગુજરાત તરફ કે ગુજરાત આસપાસ ટ્રેક રહેશે તો ૨ જુલાઈ સુધીમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં એક સારો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે. આ બાબતે હજુ જો અને તો જેવી પરિસ્થિતિ છે.

બંગાળની ખાડીની સિસ્ટમ આવે કે ના આવે પણ વરસાદી રાઉન્ડ જોવા મળશે. જો વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવે તો વધુ લાભ મળશે. આ બાબતે લો પ્રેશર બન્યા બાદ વધુ ખયાલ આવી શકે છે.

તો બીજી બાજુ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ ચોમાસું ક્યારે બેસશે તે અંગે સ્પષ્ટતા નથી. વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તે માટે હજુ જે સિસ્ટમ બનવી જોઈએ તે બની નથી. તેથી ચોમાસું મોડું આવી શકે છે. જો કે, આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25-26 જૂને વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment