નમસ્કાર મિત્રો, વરસાદને (Rain) લઇને હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.
આ સાથે જ 1 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થશે અને જળાશયોમાં પાણીની આવક થશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 26 જૂનથી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. જેના કારણે પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે. ગુજરાતની સાથોસાથ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાતની મોટાભાગની નદીઓમાં નીર છલકાશે. તેમજ દક્ષિણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
તો બીજી બાજુ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ ચોમાસું ક્યારે બેસશે તે અંગે સ્પષ્ટતા નથી. વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તે માટે હજુ જે સિસ્ટમ બનવી જોઈએ તે બની નથી. તેથી ચોમાસું મોડું આવી શકે છે. જો કે, આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25-26 જૂને વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.