વરસાદનો લોટરી રાઉન્ડ; 24થી 30 સપ્ટેમ્બરની આગાહી, આ વિસ્તારોમાં થશે વરસાદ

WhatsApp Group Join Now

છેલ્લા કેટલાક દિવસોથી આગાહી મુજબ લગભગ બધે વરાપ જ રહી છે. પરંતુ હવે આપણે આંશિક લોટરીના રાઉન્ડ તરફ જવાનો સમય આવી ગયો છે.

રાજ્યના બધા વિસ્તારમાં મોટી અસર થાય તેવું હજુ લાગતું નથી. આવતીકાલથી વાતાવરણ ધીમે ધીમે અસ્થિર બનવાનું ચાલુ થશે. વતાવરણમાં અસ્થિરતાના હિસાબે વાદળોનાં ગઠનમાં થોડી મજબૂતાઈ આવશે જેને લીધે ક્યાંક ક્યાંક હળવા મધ્યમ ઝાપટાથી ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ પડી શકે છે.

હાલની શકયતા પ્રમાણે આ વાતાવરણમાં અસ્થિરતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેને લાગુ મધ્ય ગુજરાત અને નસીબ જોગ ઉતરપૂર્વ ગુજરાતમાં પણ થોડી ઘણી અસ્થિરતા આવી શકે છે. કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાતમાં ખાસ અસ્થિરતા આવે તેવી શકયતા હાલ લાગતી નથી પછી નસીબજોગે ક્યાંક વાતાવરણમાં અસ્થિરતા આવી શકે છે.

મિત્રો હાલના વરસાદ લોકલ ડેવલપમેન્ટ પર વધુ નિર્ભર હોય એટલે એની ચોકસાઈ ભરી આગાહી થઈ શકે નહીં કે ક્યારે ક્યાં વાદળો કેટલા મજુબત બની જાય કે કેટલા નબળા પડી જાય એ એટલે હવે પછી તમારા તાલુકામાં કેવુ રહે એ જવાબ મળી શકે નહીં.

લોટરી રાઉન્ડનો મતલબ લોટરીની જેમ ક્યાં વરસાદ પડે એનું ઠેકાણું ન હોય બાકી હવેનો વરસાદ ખેતીપાકને નુકશાન કારક રહી શકે છે. વાતાવરણમાં આંશિક અસ્થિરતા આવશે જેનાથી ક્યાંક ક્યાંક હળવા મધ્યમ ઝાપટાથી અમુક વિસ્તારમાં થોડો સારો વરસાદ પણ થઈ શકે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment