કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી; 23, 25 અને 26 તારીખે, જાણો ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

ગુજરાતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને અમરેલી આસપાસ છૂટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પડશે. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા નહીવત છે. કચ્છમાં સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઇ લીધી છે.

ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને લઇને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થશે તથા 25 અને 26 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે સત્તાવાર રીતે કચ્છમાં ચોમાસાની વિદાય થઇ હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વખતે સમગ્ર રાજ્યમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. 10થી 20 ઈંચ વરસાદ પડયો હોય તેવા 34, 20થી 40 ઈંચ વરસાદ પડયો હોય તેવા 130 અને 40 ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા 87 તાલુકા છે.

ગુજરાતમાં ગત વર્ષે 98.48 ટકા, 2020માં 136.85 ટકા, 2019માં 146.17 ટકા, 2018માં 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, બે વર્ષ બાદ આ વખતે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માત્ર આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આ પછી રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment