ગુજરાતમાં હવે ચોમાસાએ એન્ટ્રી થઈ જતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પધરામણી કરી દીધી છે. છેલ્લાં 3-4 દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો સારો વરસાદ વરસી ચુક્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. જેમાં આજ રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ વરસશે. આ સાથે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું અનુમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. ગુજરાતમાં સમયસરવરસાદની પધરામણી થઈ ચૂકી છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપાવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. વલસાડ જિલ્લાના 70 કિ.મી. ના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના દરિયામાં 8થી 10 ફૂટના મોજા ઊછળી રહ્યાં હોવાના દ્રશ્યો સર્જાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના રાજ્યના 16 જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ 24 કલાક સુધી વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની સંભાવના છે. IMD અનુસાર, ઝારસુગુડા, સુંદરગઢ, દેવગઢ, કેઓંઝાર, સંબલપુર, મયુરભંજ, અંગુલ, ઢેંકનાલ, બૌધ, કંધમાલ, રાયગડા, ગજપતિ, ગંજમ, મલકાનગીરી, કોરાપુટ અને નબરંગપુર જિલ્લામાં એક કે બે જગ્યાએ વાવાઝોડાની સંભાવના છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.