ગુજરાતમાં આ વર્ષે 16 આની વરસાદ; ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે?

WhatsApp Group Join Now

Rains in Gujarat: કેટલાક નામી આગાહીકારોએ આપેલ આગામી ચોમાસાનાં વરસાદનો વરતારો જાણવા ઘણાં વાંચકો ઉત્સુક બેઠા હોય છે. એવામાં જુનાગઢના જાણીતા આગાહીકાર રમણિકભાઇ વામજાએ પણ વરસાદને લઈને આગાહી કરી દીધી છે.

ખગોળ વિદ્યા, કસ-લિસોટા, વાયુ, આભામંડળ, તાપ, પવનની દિશા, નક્ષત્રો, ઉતાસણીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા જેવા પરંપરાગત પરિમાણોને ધ્યાને લઇ છેલ્લા ત્રણ દાયકાથી આગાહીકાર તરીકે જૂનાગઢ વંથલીથી રમણિકભાઇ સૌરાષ્ટ્રનાં ખેડૂતોમાં જાણીતા છે.

જૂનાગઢનાં અગ્રણી આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે, ચોમાસું આ વર્ષે સારૂ છે અને ગુજરાતમાં જૂન મહિનામાં કુલ 10 દિવસ વરસાદનાં છે, જેમાં એકથી પાંચ જૂન છૂટક-છૂટક વરસાદ આવી શકે છે.

Rains in Gujarat: 14થી 17 જૂન અને 25થી 30 જૂન દરમિયાન વરસાદની સંભાવનાં છે. ગુજરાતમાં અનેક ભાગનાં વિસ્તારમાં 16 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી ધારણા છે, જ્યારે બાકીનાં વિસ્તારમાં 21મી જૂન આસપાસ સોરાષ્ટ્રનાં વિસ્તારમાં વાવણી લાયક વરસાદની સંભાવનાં છે. સમગ્ર વર્ષ 16 આની હોવાથી ખેડૂત માટે આ વર્ષ સારૂ છે.

તેઓ આગામી 2024નાં ચોમાસાને લઈ વાત કરતાં કહે છે કે, ચોમાસા દરમિયાન 3 તબક્કામાં વાવણી થઈ શકે છે. પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થઈ શકે છે. પાછોતરા વરસાદ હાથિયા અને ચિત્રા નક્ષત્રમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

ભાદરવા મહિનામાં તીડ આવવાની શક્યતા છે. ગાજવીજ સાથે વીજળી પડવાનાં બનાવો બની શકે છે. ચોમાસા દરમિયાન 50થી 65 ઇંચ વરસાદ પડી શકે છે. શિયાળું પાક મબલક પાકશે. જુલાઇ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં ડેમ ઓવરફ્લો થવાની આગાહી કરાઈ છે.

જુલાઇ માસમાં વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થવાની શક્યતા રહેલી છે. ઓંણસાલનાં ચોમાસે ભાદર અને નર્મદા ડેમ છલકાઇ જવાની શક્યતા છે. 16 આની વર્ષ હોવાથી ખેડૂતો માટે વર્ષ સારૂ રહેશે. મગફળી, ચણા, ઘઉં અને મરચાં જેવી લાલ વસ્તુમાં તેજીનાં સંકેતો છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment