ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની આજુબાજુના લોકોને પણ અવરજવર ન કરવાની અપીલ કરાઇ છે. નીચાણવાળા વિસ્તારમાં પૂર્વ તૈયારી કરવા તંત્રએ સૂચના આપી દીધી છે. અધિકારીઓને પણ હેડકવાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે.
7 જુલાઈની આગાહી
– હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત અને ભરૂચમાં અતિભારે વરસાદના કારણે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
– આ સિવાય જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
8 જુલાઈની આગાહી
– 8 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દેવભુમિ દ્વારકા અને પોરંબદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
– તેમજ ડાંગ, સુરત, તાપી, દમણ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
– આ સિવાય કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
9 જુલાઈની આગાહી
– જ્યારે તારીખ 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યુ હતુ કે કચ્છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં સ્ટેંડબાય પર રાખવામાં આવી છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.