આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

ગુજરાતમાં છેલ્લાં એક-બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

આજની 7 જુલાઈની આગાહી
– હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત અને ભરૂચમાં અતિભારે વરસાદના કારણે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

– આ સિવાય જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આવતી કાલની 8 જુલાઈની આગાહી
– 8 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દેવભુમિ દ્વારકા અને પોરંબદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

– તેમજ ડાંગ, સુરત, તાપી, દમણ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

– આ સિવાય કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે સોમનાથ, નવસારી તેમજ બનાસકાંઠા NDRF ની ટીમ તૈનાત કરી દેવાઇ છે. તો બીજી બાજુ વલસાડ, સુરત, ભાવનગર અને કચ્છમાં પણ 1 -1 NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. તો રાજકોટમાં 2 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૂત્રાપાડામાં 6.25 ઇંચ, વેરાવળમાં 5.25 ઇંચ, માંગરોળમાં 4.5 ઇંચ, હળવદમાં 2.25 ઇંચ, ધરમપુરમાં 2.25 ઇંચ, પારડીમાં 2.25 ઇંચ, ભૂજમાં 2.25 ઇંચ અને વલસાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment