રોહિણી નક્ષત્રમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભયંકર આગાહી, આ તારીખથી વાતાવરણમાં પલટો

WhatsApp Group Join Now

આધિનિક ટેક્નોલોજીમાં સેટેલાઈટ અથવા તો અલગ અલગ મોડલ પરથી વાતાવરણ કેવુ રહેશે તેનુ અનુમાન લગાવતા હોય છે. પરંતુ નક્ષત્ર અને પવનની દિશા પરથી પણ વર્તારો કાઢવામાં આવે છે.

હોળીની જાર, અખાત્રીજનો પવન પરથી ચોમાસું સારું રહેવાના સંકેત છે. ત્યારે નક્ષત્ર પરથી પણ વર્તારો કાઢવામાં આવતો હોય છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું કેવુ રહેશે તેના પરથી અંબાલાલ પટેલે પૂર્વાનુમાન જાહેર કર્યુ.

રાજ્યમાં આકરી ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 21 મે બાદ હવામાનમાં પલટો આવશે. 24માં વાદળ છાયુ વાતાવરણ રહેશે. 26 થી 30 મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે.

રોહિણી નક્ષત્રની પ્રાચીન કહેવતોની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે જેમાંથી પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો બોતેરું કાઢે છે એટલે કે 72 દિવસ વાયરૂ ફૂંકાય છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

પરંતુ ધ્યાનમાં રહે 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રી એમ બંને થઈને 2 દિવસ ગણાય છે એટલે આખા દિવસ ગણો તો 36 દિવસ જ ગણાય. જો બીજા પાયામાં વરસાદ થાય તો વાયરાના દિવસોમાં એ પ્રમાણે ઘટાડો થાય આવી પણ માન્યતા છે

પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા જો વરસાદ થાય તો ચોમાસુ તેના સમય મુજબ આગમન થાય છે અને ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તેવી માન્યતા રહેલી છે અને અન્ય માન્યતા મુજબ રોહિણી નક્ષત્રના જો બધા પાયા દરમિયાન વરસાદ થાય તો પણ ચોમાસુ સારું રહે છે.

આ પણ વાંચો: ભારતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિટ વેવ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

બીજી માન્યતાઓની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના શરૂઆતના 9 દિવસને નૌતપા કહેવામાં આવે છે આ 9 દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર ઓછું હોય છે જેના કારણે તાપમાન અને બફારો ખૂબ વધે છે. કહેવત મુજબ, નૌતપા જેટલા તપે તેટલુ ચોમાસુ સારું રહે એટલે સારા ચોમાસા માટે નૌતપા તપવા જરૂરી છે.

કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ બે પાયા સરખા તપે નહિ અને પવનનું પ્રમાણ વધુ હોય પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી. રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે અને તેની ત્રિજ્યા 5 થી 15 કિલોમીટર સુધીની હોય છે.

રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં ખેડૂતમિત્રો લાપસીના આંધણ મુકતા હોય છે કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

રોહિણી નક્ષત્રમાં વરસાદ મૉટે ભાગે મીની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા અને કરા સાથે જોવા મળતો હોય છે. મિત્રો ગયુ નક્ષત્ર કૃતિકા હતુ તેમાં ઘણા વિસ્તારમાં માવઠુ થયું હતું એટલે તે નક્ષત્ર એ સારા ચોમાસાના પહેલા સંકેત આપી દીધા હતા હવે રોહિણી નક્ષત્રના સંકેતનું અવલોકન થશે.

મિત્રો નક્ષત્ર આધારિત કહેવતો અને માન્યતાઓ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત હોય છે. તેને વજ્ઞાનિક રીતે માન્યતા મળતી નથી તે ધ્યાનમાં લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment