અંબાલાલ પટેલની આગાહી: દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે.
આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે.
મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. તો 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ અને સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગરમાં પણ વરસાદ વરસશે. તેમજ આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. આ સિવાય આવતા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.
4થી 10 સપ્ટેમ્બરે ગુજરાતનું પલટાઈ શકે છે હવામાનઃ અંબાલાલ
આ પહેલા અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આગામી 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતા
તેઓએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
આ સિવાય 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ગયો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.
3 thoughts on “બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ; ગુજરાતમાં આ તારીખથી મેઘરાજાની ધબધબાટી”