ફરી પાછું લો પ્રેશર; આ તારીખથી ફરી અતિ ભારે વરસાદનો રાઉન્ડ

WhatsApp Group Join Now

ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ આગાહી અનુસાર સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી સાથે રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેસર સિસ્ટમ જે ગુજરાત ઉપર આવી હતી તે હવે ગુજરાત ઉપરથી થોડી ઉત્તર પાકિસ્તાન તરફ ખસી ગઈ છે જેને કારણે આજથી વરસાદનું પ્રમાણ ઘટશે. ગઈ કાલે બપોર પછી જેમ ઓછો વરસાદ નોંધાયો હતો તેવી જ રીતે ઓછો વરસાદ આજે પડશે. અમુક વિસ્તારોમાં નહિવત્ વરસાદ નોંધાશે.

જોકે બંગાળની ખાડીમાં 11 તારીખ આજુબાજુ એક નવું લો પ્રેશર સક્રિય થશે અને હાલમાં તેના ટ્રેકમાં ખૂબ મોટો ફેરફાર જણાઈ રહ્યો છે પરતું મોટા ભાગે તે ગુજરાતને અસર કરશે તેવું લાગે છે. આ સિસ્ટમ શરૂઆતથી જ બહુ વિચિત્ર રીતે આગળ વધી રહી હોવાથી તેમાં ફેરફાર પણ થઈ શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર અરબી સમુદ્ર સુધી ચોમાસું ધરી બનાવશે અને ગુજરાતને 12થી 15 જુલાઈ સુધીમાં સારો વરસાદ આપી શકે છે. ત્યાર બાદ Whether મોડેલ મુજબ 17 તારીખથી વરસાદ ઓછો નોંધાશે. હજી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી, ત્યાં આવતા 5-6 દિવસમાં વરસાદ પડી જાય તેવી શક્યતા છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment