ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું વિધિગત આગમન થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ચુક્યો છે જેના કારણે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
2-3 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. જોકે 3 દિવસ બાદ ફરીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.
હાલ વરસાદનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે અને ત્યારબાદ આદ્રા નક્ષત્ર તા. 22/06/2022, બુધવારથી શરૂ થશે. આદ્રા નક્ષત્રના શરૂઆતમાં સારો વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં આગામી 3 દિવસ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 20 અને 21 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના મતે હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. આથી 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ રહેશે. આ દરમિયાન અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 3 દિવસ બાદ વરસાદની સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તો સામાન્ય વરસાદ વરસશે પરંતુ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે.
Whether મોડેલ શું કહે છે?
વેધર મોડલ મુજબ, ગુજરાતમાં 22 તારીખ સુધી છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા પડતા રહેશે. 22 તારીખ પછી ગુજરાતમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે છે. 22થી 30 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવા અહેવાલો જણાય રહ્યા છે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.