ગઈકાલે દિવસે વરસાદે નાનો વિરામ લીધો હતો પરંતુ રાત્રે ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો હતો. બંગાળની ખાડીનું લો-પ્રેશર ગુજરાત ઉપરથી જ પસાર થવાનું છે તેને કારણે રાજ્યમાં હજી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ અમરેલી, પોરબંદર, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય આજે રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતી કાલે 15 તારીખે નવસારી, ડાંગ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પોરબંદર, દેવભુમિ દ્વારકા, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.