વાવાઝોડાએ રાત્રી દરમિયાન ઉતરપશ્ચિમ દિશામાં ગતિ કરી છે અને એ જગ્યાએ પહોંચી ગયું છે જ્યાંથી તે ટર્ન લે તો પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર પર સીધુ ટકરાશે નહિ. એટલે ત્યાં માટે એક રાહતના સમાચાર છે. પરંતુ હા પવનની ગતિ નજીકથી પસાર થશે ત્યારે ચોકકસ વધારે હશે પણ સીધુ ટકરાશે નહિ.
હવે વાત કરીએ કચ્છની તો વાવાઝોડુ અત્યારે ઉતરપશ્ચિમ દિશામાં ચાલી રહ્યું છે ત્યાંથી તેને ટર્ન મારી ઉતરપૂર્વ દિશામાં ગતિ કરશે તો વાવાઝોડુ કચ્છમાં ટકરાશે અને જેટલું ટર્ન મારવામાં સમય લગાવશે એટલું જ તે પાકિસ્તાન તરફ સરકતું જશે. એટલે અત્યારે કચ્છના માંડવીથી પાકિસ્તાનના કરાચી સુધીના વિસ્તારમાં ગમે ત્યાં ટકરાઈ શકે.
ટૂંકમાં બપોર પછી સુધીમાં ટર્ન લેવાનું ચાલુ કરે તો કચ્છમાં આવે અને જેટલું મોડું ટર્ન લેવાનું ચાલુ કરશે એટલું ઉપર જતું જશે એટલે કે પાકિસ્તાન તરફ જતું રહે આશા કરીયે એવું બને તો વધુ સારું પણ કચ્છ વાળાએ એવી આશાએ રહીને ન બેસવું.
વરસાદની વાત કરીયે તો દિવથી પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફના વિસ્તારમાં ખાસ કરીને દરિયાકિનારા સહિત તેના લાગુ વિસ્તારમાં ગઈકાલનો સતત વરસાદ ચાલુ છે અને રાત્રે અને અત્યારે પણ ચાલુ જ છે અને હજુ ચાલુ જ રહેશે.
કચ્છમાંથી વાવાઝોડુ અંદર આવશે તો ઉત્તર ગુજરાતમાં વરસાદનો સારો લાભ મળી જશે જો પાકિસ્તાનથી અંદર આવ્યું તો ઉત્તર ગુજરાતને છૂટો છવાયો લાભ મળી શકે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મોટો લાભ નથી છૂટો છવાયો ક્યાંક ક્યાંક પડી જશે. હજુ વાવાઝોડુ ક્યાંથી ટર્ન લેશે તેના પર વરસાદનો વિસ્તાર રહેશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.