મધ્યપૂર્વ અને લાગુ ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” ભારતીય હવામાન વિભાગ મુજબ છેલ્લા 6-કલાક દરમિયાન 08 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને ગઈ કાલે 12મી જૂન 2023 ના રોજ 11:30 કલાકે અક્ષાંશ 19.6°N અને રેખાંશ 67.6°E પર કેન્દ્રિત હતુ.
જે પોરબંદરથી લગભગ 310 કિમી દક્ષિણપશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 340 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, જખૌ બંદરથી 430 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, નલિયાથી 430 કિમી દક્ષિણ-દક્ષિણ અને કરાચી (પાકિસ્તાન) 590 કિમીથી દક્ષિણ દૂર હતુ.
તે 14મી સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર પાસે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝટકાના પવન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
મુખ્ય વરસાદ સીસ્ટમ ટ્રેક અનુસાર પ્રભાવિત કોસ્ટલ વીસ્તાર અને ટ્રેક હેઠળ આવતા જીલ્લામાં વધુ રહેશે. જેમાં, સૌરાષ્ટ્ર અને કચ્છના દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ તો એકલ દોકલ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 15 જુને વરસાદની તીવ્રતામાં વધારો થશે અને કચ્છ દ્વારકા પોરબંદર અને જામનગરમાં કોઈ કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે.
જ્યારે ઉત્તર ગુજરાતના વીસ્તારમાં હળવો મધ્યમ તો કોઈ કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના બાકીના વીસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહેશે.
સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારમાં તારીખ પ્રમાણે પવનો,
- 13 જુન થી 14 જુન સાંજ સુધી 50-60કીમી અને ઝટકાના પવનો 70કીમી સુધી
- 14 જુન સાંજ થી 15 જુન સવાર સુધી 120-130કીમી અને ઝટકાના પવનો 145 કીમી સુધી રહેશે.
- જ્યારે સૌરાષ્ટ્ર કાંઠાના બાકીના જીલ્લાઓમાં 14-15 જુનના રોજ 55-65 કીમી અને ઝટકાના પવનો 75 કીમી સુધી રહેશે.
નૈઋત્યના ચોમાસાની પશ્ચિમ પાંખ આગળ વધીને રત્નાગીરી મહારાષ્ટ્ર સુધી સત્તાવાર ચોમાસું પહોંચી ગયું છે.
નોંધ –વાવઝોડા અને વરસાદ ની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ ની સુચના ને અનુસરવું.