પવનની દિશા બદલાતાં 31મી મેથી 4 જૂન સુધી આંધી, વંટોળ સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

વરસાદની આગાહી: રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી બાદ હવે આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે. તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમી બાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આંધી વંટોળ સાથે વરસાદ થવાનું હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે.

રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જોકે, ગુજરાતમાં ચોમાસું 15 જૂન બાદ શરૂ થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે.

વરસાદની આગાહી: 31 મેથી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આહવા, ડાંગ, સુરત, અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

29 મે બાદ વરસાદ થાય તો વાવણી કરવી જોઈએ કે નહીં?

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલા વાવણી કરતા હોય છે. જોકે, ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. ત્યાર બાદ 7થી 14 જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

જોકે, રોહિણી નક્ષત્રમાં વાવણી થતી હોય છે. પરંતુ રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહીંતર ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment