ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; આજનો ઉંચો રૂ. 815, જાણો આજના (20/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 19/10/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; આજનો ઉંચો રૂ. 815, જાણો આજના (20/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 19/10/2023 Onion Apmc Rate

સાઉથની ડુંગળીમાં નિકાસ છૂટ હોવાથી ગુજરાત-નાશીકની ડુંગળીની બજારોમાં તાજેતરમાં સુધારો આવ્યાં બાદ હવે બજારો સ્ટેબલ થયા હતા. મહુવા અને ગોંડલ સહિતની મંડીઓમાં નવી ચોમાસું ડુંગળીની છૂટક-છૂટક આવકો થાય છે, પરતુ રેગ્યુલર આવકો દિવાળી આસપાસ જ આવે તેવી સંભાવના છે, એ પહેલા ડુંગળીની આવકો થાય તેવા સંજોગે દેખાતા નથી.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલમાં બજારો અથડાયા કરશે, પરંતુ દિવાળી સુધીમાં સારા માલમાં બજારો રૂ.૨૫થી ૫૦ વધી શકે છે. નિકાસ વેપારો સાઉથમાંથી થાય છે અને નાશીકમાંથી પણ નવી ડુંગળી આવશે એટલે નિકાસમાં પેરિટી બેસશે તેવી ધારણાં હોવાથી બજારો વધતા અટક્યાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 19/10/2023, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 261થી રૂ. 421 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 626 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 626 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 286થી રૂ. 531 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 640 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં થયો વધુ ઘટાડો; જાણો આજના (તા. 20/10/2023 ના) કપાસના બજાર ભાવ

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 560 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 800 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 19/10/2023, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 815 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 20/10/2023 Onion Apmc Rate):

તા. 19/10/2023, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 261 421
મહુવા 80 671
ગોંડલ 121 626
જેતપુર 286 531
અમરેલી 200 600
મોરબી 300 640
અમદાવાદ 400 560
દાહોદ 400 700
વડોદરા 300 800

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 20/10/2023 Onion Apmc Rate):

તા. 19/10/2023, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 221 815

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment