ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (29/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 29/02/2024 Onion Apmc Rate

WhatsApp Group Join Now

કેંદ્ર સરકારે ડુંગળીની નિકાસની ત્રણ લાખ ટનની છૂટ આપવાની જાહેરાત કરી હોવાથી ભાવમાં મણે રૂ. 100નો વધારો થયો છે, પંરતુ સરકાર દ્વારા આ અંગે હજી સુધી ડુંગળીની નિકાસ માટેનું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાથી ડુંગળીની તેજીને બ્રેક લાગી છે. આગામી દિવસોમાં વધુ તેજી માટે સરકારી નોટિફિકેશન બહાર પડે તે જરૂરી છે.

જો નોટિફિકેશન બહાર ન પડે તો ડુંગળીની નિકાસ થઈ શકતી નથી અને જો એકાદ દિવસમાં આ જાહેર નહીં થાય તો બજારમાં ફરી ઘટાડો આવે તેવી સંભાવનાં છે. સરકાર માત્ર ત્રણ લાખ ટનની નિકાસ છૂટ આપી હોવાથી તેની પણ બજાર ઉપર કોઈ મોટી અસર થાય તેવા સંજોગો નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/02/2024, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 355 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 431 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 155થી રૂ. 431 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 91થી રૂ. 381 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 401 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 231 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 356 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 381 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 360 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 360 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 560 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (29/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/02/2024, બુધવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 241થી રૂ. 282 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 218થી રૂ. 291 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 206થી રૂ. 271 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 29/02/2024 Onion Apmc Rate):

તા. 28/02/2024, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 140 355
મહુવા 130 369
ભાવનગર 155 431
ગોંડલ 91 381
જેતપુર 101 401
વિસાવદર 111 231
તળાજા 100 356
ધોરાજી 81 381
અમરેલી 100 360
મોરબી 200 400
અમદાવાદ 180 400
દાહોદ 120 360
વડોદરા 200 560

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 29/02/2024 Onion Apmc Rate):

તા. 28/02/2024, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 241 282
મહુવા 218 291
ગોંડલ 206 271

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (29/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 29/02/2024 Onion Apmc Rate”

Leave a Comment