ડુંગળીના ભાવમાં કેટલો ઘટાડો થશે? જાણો આજના (30/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 30/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં કેટલો ઘટાડો થશે? જાણો આજના (30/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 30/12/2023 Onion Apmc Rate

ડુંગળીની બજારમાં ઘટાડો આગળ વધી રહ્યો છે અને ભાવ રૂ. 300ની સપાટીએ પહોંચીને આગામ સપ્તાહે હવે રૂ. 300ની અંદર આવી જાય તેવી ધારણાં છે. આ સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવની વાત છે, નબળા અને મિડીયમ માલો તો પહેલાથી જ નીચી સપાટી પર આવી ગયા છે.

સરકારને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યાર બાદ ભાવ 60થી 70 ટકા જેવા નીચા આવી ગયા છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં નવા માલની આવકો કેવી આવે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે. નાશીકનાં માલો જાન્યુઆરી મહિનામાં વધે તેવી ધારણાં છે અને બજારો નીચા આવશે. જો સરકાર નિકાસ છૂટ આપશે તો બજારને ટેકો મળી શકે છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 29/12/2023, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 300 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 356 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 356 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 61થી રૂ. 321 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 51થી રૂ. 286 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 114થી રૂ. 246 સુધીના બોલાયા હતા.

તળાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 175થી રૂ. 228 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 236 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 340 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 400 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 360 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 440 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 400 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં મોટો ઘટાડો; જાણો આજના (30/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 29/12/2023, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 213થી રૂ. 370 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 191થી રૂ. 331 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 30/12/2023 Onion Apmc Rate):

તા. 29/12/2023, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 110 300
મહુવા 100 388
ભાવનગર 150 356
ગોંડલ 61 321
જેતપુર 51 286
વિસાવદર 114 246
તળાજી 175 228
ધોરાજી 80 236
અમરેલી 200 340
મોરબી 100 400
અમદાવાદ 200 360
દાહોદ 100 440
વડોદરા 80 400

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 30/12/2023 Onion Apmc Rate):

તા. 29/12/2023, શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 213 370
ગોંડલ 191 331

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં કેટલો ઘટાડો થશે? જાણો આજના (30/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 30/12/2023 Onion Apmc Rate”

Leave a Comment