નમસ્કાર મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તાવાર ચોમાસુ સુરત, વડોદરા, વલસાડ, વાપી, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને વેરાવળ સુધી બેસી ગયું છે અને આગામી એકાદ દિવસમાં હવે સૌરાષ્ટ્રમાં પણ બેસી જશે.
ચોમાસાના આગમન સાથે ભાવનગર જિલ્લાના ઘોઘામાં 3 ઈંચ જેટલો વરસાદ તથા બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ અને અમરેલીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ તથા રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છના કેટલાક સ્થળોએ પણ વરસાદ થઇ શકે છે.
અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 27 જૂન મંગળવારની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
તો 28 જૂન બુધવારની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
તેમજ 29 જૂન ગુરુવારની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના અલગ-અલગ સ્થળો તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.