પ્રી-મોનસુન વરસાદ: રાજ્યમાં હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાવવાની પણ આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ, ગુજરાતના હવામાનમાં આવતીકાલથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તેમ પણ જણાવ્યુ છે.

તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે. આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે.
પ્રી-મોનસુન વરસાદ: 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ગુજરાતનાં આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 31 મે સુધી વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે.
આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યુ છે કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મેથી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.