ગઈ કાલે અમુક વિસ્તારોમાં જે વરસાદ હળવો શરૂ થયો છે તે હજુ સિસ્ટમની અસર નથી. જૂની સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં મિશ્રણથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બન્યું છે.
એવામાં આજથી તેમાં નવી સિસ્ટમની અસર પણ ઉમેરાશે એટલે વરસાદમાં પણ થોડો વધારો થશે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં મધ્યમ તો કોઈ જગ્યાએ સારો વરસાદ પણ આવી શકે છે.
આ સિસ્ટમના લીધે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સિસ્ટમની અસરથી સારો વરસાદ થઈ શકે છે.એ સિવાય પણ ક્યાંક આજુબાજુમાં વરસાદની થોડી અસર રહેશે.
ત્યારબાદ આજે મોડી રાત્રે અથવા 23 સવારથી આ સિસ્ટમ ગુજરાતની ઘણી નજીક આવશે. જેની અસરથી મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં 24 તારીખ સુધીમાં ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શકયતા રહેશે.
બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 ઓગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ હજુ ગયો નથી. આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે એવું પણ જણાવ્યું છે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.
Saro