અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ; સિસ્ટમ સક્રિય થતાં મોટી આગાહી, આ જિલ્લામાં થશે મેઘતાંડવ

WhatsApp Group Join Now

ઓગસ્ટ મહિનામાં એક પછી એક બંગાળની ખાડીમાં ત્રીજું લો પ્રેશર બન્યું છે. જોકે આ સિસ્ટમોની ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખુબ ઓછો થયો છે. જોકે આ સિસ્ટમની અસર પણ વધારે થવાની નથી, કારણ કે આ સિસ્ટમ પણ ગઈ સિસ્ટમની જેમ જ આ સિસ્ટમની અસર મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં લાગુ રહેશે.

હવામાન વિભાગે આગાહી નવા લો પ્રેશરની અસરના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે (22 તારીખે) અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં અતિ ભારે વરસાદ આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય રાજ્યમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આવતી કાલે (23 તારીખે) બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદ આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

24 તારીખે બનાસકાંઠામાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં 22થી 24 ઓગસ્ટ દરમિયાન રેડાં-ઝાંપટા પડી શકે છે.

બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 ઓગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ હજુ ગયો નથી. આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે એવું પણ જણાવ્યું છે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment