આવતી કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ/ આટલાં જિલ્લાઓમાં એલર્ટ, તોફાની પવન સાથે અતિ ભારે વરસાદ

WhatsApp Group Join Now

અગાઉ આપણે વરસાદના નવા નાના રાઉન્ડની વાત કરી હતી તે રાઉન્ડ 22થી 24 તારીખ સુધી ચાલવાનો છે જે હવે આવતી કાલથી શરૂ થવા જઈ રહ્યો છે. ગઈ વખતે પણ કહ્યું હતું તે મુજબ આ સિસ્ટમનો ઘેરાવો ગઈ સિસ્ટમના ઘેરાવા જેટલો મોટો ઘેરાવો નથી. તેથી ગયા નાના રાઉન્ડ જેટલી આ રાઉન્ડની મોટી અસર થશે નહીં.

રાઉન્ડની મુખ્ય અસર વાળો દિવસ 23 તારીખ જ્યારે 22 અને 24 ચડતી ઉતરતી અસર સ્વરૂપના દિવસો ગણવા. આ રાઉન્ડ ઉત્તર ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતમાં મુખ્યત્વે અસરકર્તા રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉતરપૂર્વ કચ્છને લક બાય ચાન્સ જેવુ ગણવું થોડુ ઘણું આવી જાય તો આવી પણ શકે છે.

આ સિસ્ટમ થોડી વધુ નીચે આવે તો મધ્ય ગુજરાતને વધુ ફાયદો મળે બાકી ઉપર કહ્યું તેમ જ રહે. આ રાઉન્ડની સૌરાષ્ટ્રમાં ખાસ અસરકર્તા નહિ. એકાદ થડરસ્ટ્રોમ બની જાય ક્યાંક તો ત્યાં લાભ આપી જાય પણ બાકી સીમીત વિસ્તારમાં રેડા ઝાપટા પડી શકે છે.

વરસાદના આ રાઉન્ડ બાદ ફરી વરાપ ચાલુ જ રહેશે. આ મહિનાના પાછળના દિવસો 28-29 તારીખ આસપાસ ફરી વાતાવરણમાં સુધારો આવતો જણાશે.

બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 ઓગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ હજુ ગયો નથી. આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે એવું પણ જણાવ્યું છે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment