નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1641, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાં છે. વર્તમાન સંજોગોમાં બજારમાં લેવાલી સારી છે અને સુકા માલની આવકો બહુ ઓછી છે. મિલો કે દાણાવાળાએ પણ ખરીદી કરીને મગફળી બે-ચાર દિવસ સુકવવી પડે તેવી સ્થિતિ છે, પરિણામે સારા માલનાં ભાવ મજબૂત હતા, જ્યારે નબળા માલમાં રૂ. 20નો ઘટાડો થયો હતો.

ગોંડલમાં નવી મગફળીની એક લાખ ગુણી ઉપરની આવક થઈ હતી અને વેપારો ત્રીજા ભાગનાં થઈ ગયા હતાં. નવી આવકો પણ ચાલુ રાખવાનાં છે, પરિણામે આવતીકાલે કેટલી આવક થાય છે તેનાં પર સૌની નજર છે. સમગ્ર ગુજરાતની આવકો આજે પોણા બે લાખ ટનથી બે લાખ ટન જેવી આવક થઈ હતી. આગામી સોમવારથી આવકોમાં હજી વધારો થાય તેવી ધારણાં છે. જોકે સુકા માલની આવકો પણ વધે તેવી ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 30/09/2022 ને શુક્રવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 16246 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1001થી 1480 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 27331 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1351 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 30/09/2022 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7380 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1401 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15545 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1641 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 30/09/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1641 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 30/09/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1000 1300
અમરેલી 850 1254
કોડીનાર 825 1050
સાવરકુંડલા 1000 1251
જેતપુર 850 1300
પોરબંદર 1140 1175
વિસાવદર 864 1336
મહુવા 950 1331
ગોંડલ 820 1351
કાલાવડ 950 1191
જુનાગઢ 950 1322
જામજોધપુર 950 1275
ભાવનગર 1153 1323
માણાવદર 1475 1476
તળાજા 800 1191
હળવદ 1001 1480
જામનગર 1000 1250
ધ્રોલ 1150 1201
સલાલ 1200 1500
દાહોદ 1100 1240

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 30/09/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1075 1360
અમરેલી 1048 1300
કોડીનાર 900 1363
સાવરકુંડલા 1000 1100
જસદણ 1000 1275
મહુવા 912 1135
ગોંડલ 920 1401
કાલાવડ 1110 1466
જુનાગઢ 1000 1361
જામજોધપુર 950 1325
ઉપલેટા 750 1260
ધોરાજી 811 1146
વાંકાનેર 1000 1333
જેતપુર 830 1330
તળાજા 1100 1281
ભાવનગર 993 1306
રાજુલા 911 1000
મોરબી 1000 1215
જામનગર 1100 1320
બાબરા 960 1050
ધારી 1150 1151
ખંભાળિયા 850 1130
લાલપુર 870 1065
ધ્રોલ 1096 1140
હિંમતનગર 1200 1641
પાલનપુર 1100 1400
તલોદ 1351 1571
મોડાસા 1100 1544
ડિસા 1100 1425
ઇડર 1100 1519
ધાનેરા 1210 1270
દીયોદર 1100 1240
ઇકબાલગઢ 1345 1346
સતલાસણા 1161 1162

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment