નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1825, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવકો સારી થાય છે, પંરતુ સામે લીલો માલ વધારે હોવાથી સુકા માલનાં ભાવ સારા છે. બીજી તરફ સીંગતેલમાં પણ બ્રાન્ડવાળાની લેવાલી હાલનાં ભાવથી હોવાથી સુકા માલમાં બજારો થોડા વધ્યાં હતાં. સરેરાશ પીઠાઓમાં મણે રૂ.10થી 20 ઊંચા બોલાતાં હતાં. 9 અને 66 નંબર જેવી વેરાયટીમાં હજી પણ રૂ. 1600 આસપાસનાં ભાવ ક્વોટ થાય છે.

મગફળીનાં અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે, નવી આવકો હવે ખાસ વધશે નહીં અને ગોંડલમાં હવે દિવાળી પહેલા એક માત્ર સોમવારે જ આવકો ખુલશે, પછી સીધી નવી સિઝનમાં જ આવકો ખુલવાની છે, જેને પગલે બજારો હાલ સારી છે. બીજી તરફ ગુજરાતનું મોટું કોર્પોરેટ ગ્રુપ અદાણી પણ મગફળીની આ વર્ષે મોટી ખરીદી કરે તેવી ધારણા છે. અદાણીનાં ત્રણેક અધિકારીઓ અત્યારે મગફળીનો પોર્ટફોલિયો સંભાળી રહ્યાં છે અને વિવિધ સેન્ટરોમાંથી પુછપરછ કરી રહ્યા છે, જે બતાવે છે કે આ વર્ષે તેની ખરીદી વધી શકે છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25966 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1475 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 33994 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 880થી 1436 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 34547 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1211થી 1438 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14720 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1660 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1550 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1825 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 14/10/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 950 1385
અમરેલી 900 1330
કોડીનાર 935 1124
સાવરકુંડલા 912 1394
જેતપુર 951 1361
વિસાવદર 903 1541
મહુવા 1007 1350
ગોંડલ 880 1436
કાલાવડ 1100 1325
જુનાગઢ 1000 1322
જામજોધપુર 1000 1320
ભાવનગર 1100 1240
તળાજા 915 1371
હળવદ 1100 1475
જામનગર 900 1300
ભેસાણ 900 1206
ધ્રોલ 1310 1370
સલાલ 1300 1550
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 14/10/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1000 1380
અમરેલી 800 1308
કોડીનાર 951 1365
સાવરકુંડલા 834 1331
જસદણ 950 1375
મહુવા 1000 1350
ગોંડલ 925 1546
કાલાવડ 1150 1446
જુનાગઢ 1050 1627
જામજોધપુર 1000 1360
ઉપલેટા 1050 1285
ધોરાજી 921 1211
વાંકાનેર 1050 1500
જેતપુર 970 1441
તળાજા 1100 1446
ભાવનગર 1046 1825
મોરબી 1065 1384
જામનગર 1000 1745
બાબરા 1069 1231
ધારી 1065 1205
ખંભાળિયા 960 1325
લાલપુર 900 1221
ધ્રોલ 1085 1291
હિંમતનગર 1100 1660
પાલનપુર 1101 1490
મોડાસા 1000 1572
ડિસા 1211 1438
ઇડર 1200 1574
ધનસૂરા 800 1200
ધાનેરા 1150 1401
ભીલડી 1100 1372
થરા 1150 1410
દીયોદર 1100 1325
વડગામ 1161 1421
શિહોરી 1101 1345
ઇકબાલગઢ 1251 1434
સતલાસણા 1070 1320
લાખાણી 1100 1300

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment