નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1835, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

ખાદ્યતેલ બજારો ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.

ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.10 મણે ઘટ્યાં હતાં. દેવદિવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/11/2022 ને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7080 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1276 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11091 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1125થી 1376 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/11/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 46835 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1365 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 27363 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1444 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/11/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1421 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1835 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 14/11/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1300
અમરેલી 800 1250
કોડીનાર 1080 1221
સાવરકુંડલા 1145 1301
જેતપુર 846 1301
પોરબંદર 1075 1205
વિસાવદર 885 1421
મહુવા 1288 1420
ગોંડલ 820 1276
કાલાવડ 1050 1265
જુનાગઢ 950 1268
જામજોધપુર 950 1250
ભાવનગર 1171 1271
માણાવદર 1320 1321
તળાજા 1105 1249
હળવદ 1125 1376
જામનગર 900 1220
ભેસાણ 900 1190
ધ્રોલ 1125 1221
સલાલ 1200 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 14/11/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1270
અમરેલી 1042 1400
કોડીનાર 1092 1336
સાવરકુંડલા 1100 1500
જસદણ 1000 1265
મહુવા 1111 1168
ગોંડલ 925 1291
કાલાવડ 1150 1342
જુનાગઢ 1000 1195
જામજોધપુર 950 1370
ઉપલેટા 1015 1240
ધોરાજી 1001 1276
વાંકાનેર 950 1541
જેતપુર 941 1471
તળાજા 1250 1665
ભાવનગર 1081 1780
રાજુલા 1050 1210
મોરબી 1000 1394
જામનગર 1000 1835
બાબરા 1137 1233
બોટાદ 1000 1235
ધારી 1000 1211
પાલીતાણા 1100 1181
લાલપુર 1086 1125
ધ્રોલ 1001 1233
હિંમતનગર 1100 1702
પાલનપુર 1100 1444
તલોદ 1030 1620
મોડાસા 1000 1511
ડિસા 1100 1365
ટિંટોઇ 1001 1370
ઇડર 1250 1741
ધનસૂરા 1000 1200
ધાનેરા 1050 1315
ભીલડી 1100 1340
થરા 1132 1300
દીયોદર 1100 1310
માણસા 1140 1302
વડગામ 1180 1320
કપડવંજ 950 1000
શિહોરી 1125 1310
ઇકબાલગઢ 1098 1413
સતલાસણા 1070 1370
લાખાણી 1100 1332

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment