નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1900, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની આવકનો અભાવ અને પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી સરેરાશ મગફળીની બજારમાં મણે રૂ. 10નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગતેલની ચાલ અને સીંગદાણાની બજારમાં જો માંગ સારી રહેશે અને ભાવ ઊંચકાશે તો મગફળીની બજારો હજી વધી શકે છે. વળી ગુરૂવારે ચૂંટણી હોવાથી મગફળીની આવકો નીલ થઈ જશે, કારણ કે મગફળીની આવકોવાળા યાર્ડો તમામ બંધ રહેવાનાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પરંતુ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની આવકો કેવી થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે. ગોંડલ કે રાજકોટમાં મગફળીની આવકો ખુલે ત્યારે હવે એકાદ લાખ ગુણીની ઉપર આવક થાય તેવી સંભાવનાઓ ઘટતી જાય છે. હવે ખેડૂતો પાસે માલ પડ્યો છે, પરંતુ તેઓ સારા ભાવ આવશે તો જ વેચાણ કરવાનાં મૂડમાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/11/2022 ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17049 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3951 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1380 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/11/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10130 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1365 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 22235 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1711 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/11/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1358
અમરેલી 899 1268
કોડીનાર 1082 1220
સાવરકુંડલા 1100 1281
જેતપુર 761 1291
પોરબંદર 1055 1165
વિસાવદર 812 1346
મહુવા 1140 1408
ગોંડલ 800 1341
કાલાવડ 1050 1270
જુનાગઢ 900 1228
જામજોધપુર 900 1260
ભાવનગર 1121 1280
માણાવદર 1300 1301
તળાજા 988 1280
હળવદ 1100 1380
જામનગર 900 1225
ભેસાણ 900 1230
ધ્રોલ 1120 1210
સલાલ 1200 1450
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1235
અમરેલી 860 1270
કોડીનાર 1100 1334
સાવરકુંડલા 1180 1251
જસદણ 1050 1301
મહુવા 1112 1119
ગોંડલ 910 1276
કાલાવડ 1100 1300
જુનાગઢ 900 1239
જામજોધપુર 950 1230
ઉપલેટા 1045 1290
ધોરાજી 901 1236
વાંકાનેર 750 1441
જેતપુર 911 1461
તળાજા 1250 1868
ભાવનગર 1120 1897
રાજુલા 1011 1221
મોરબી 920 1440
જામનગર 1000 1900
બાબરા 1153 1239
બોટાદ 950 1200
ખંભાળિયા 900 1241
પાલીતાણા 1140 1201
લાલપુર 1035 1130
ધ્રોલ 960 1210
હિંમતનગર 1100 1711
પાલનપુર 1115 1480
તલોદ 1050 1665
મોડાસા 1000 1615
ડિસા 1131 1365
ટિંટોઇ 1020 1425
ઇડર 1260 1762
ધનસૂરા 1000 1200
ધાનેરા 1130 1344
ભીલડી 1100 1307
થરા 1150 1286
દીયોદર 1100 1300
માણસા 1300 1301
વડગામ 1100 1270
કપડવંજ 1000 1200
શિહોરી 1095 1225
ઇકબાલગઢ 1150 1450
સતલાસણા 1100 1375
લાખાણી 1200 1300

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment