અરબ સાગરમાં એક મોટી સિસ્ટમ બને એવી શક્યતાઓ ઊભી થઈ રહી છે. હાલ વેસ્ટર્ન ડીસ્ટબન્સના પ્રભાવથી છેલ્લા બે દિવસથી રાજ્યમાં બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને હજી પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવતો નથી. કેમકે જ્યાં સુધી અરબ સાગરમાં ચોમાસાનું આગમન ન થાય ત્યાં સુધી થંડકસ્ટ્રોમ એક્ટિવિટીને પ્રિમોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવતી નથી.
અંદમાન નિકોબાર ટાપુ પર બ્રેક થયેલું ચોમાસું એકાદ બે દિવસમાં આગળ વધે એવું વાતાવરણ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિ મુજબ 4 કે 5 જુન સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થાય એવી શક્યતા ઓછી જણાઈ રહી છે.
આ પણ વાંચો: ચોમાસું વધ્યું આગાળ! ગુજરાતમાં ક્યારે પહોંચશે? જાણો જૂન મહિનામાં વરસાદની આગાહી….
5 જૂની આજુબાજુ ECMWF મોડલના ચાર્ટ મુજબ અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુની આજુબાજુ લો પ્રશર બનીને આ સિસ્ટમ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એવી અપડેટ યુરો મોડલમાં દેખાય રહી છે.
આ સાથે જ 15 જૂન પહેલા ગુજરાતના દરિયામાં તોફાન આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જૂનની મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે અને ચક્રવાત પણ બની શકે છે. ગુજરાત નજીકનો અરબી સમુદ્ર આઠ-નવ જૂનની આસપાસ તોફાની બની શકે છે.
આ પણ વાંચો: વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગની મોટી આગાહી, 14 જિલ્લામાં થશે વરસાદ, જાણો ક્યાં ક્યાં?
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં 4, 5 અને 6 જૂને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. આ સાથે સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે 22, 23 અને 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.