વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગની મોટી આગાહી, 14 જિલ્લામાં થશે વરસાદ, જાણો ક્યાં ક્યાં? - GKmarugujarat

વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગની મોટી આગાહી, 14 જિલ્લામાં થશે વરસાદ, જાણો ક્યાં ક્યાં?

રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદ વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન છે. આજે રાજ્યનાં 14 જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી છે.

હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલે આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાંજે વરસાદ પડવાની શક્યતાઓ જોવાઈ રહી હોવાનું જણાવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ સહિત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોરબી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.

હાલમાં વરસાદનું રોહિણી નક્ષત્ર શરૂ છે. રોહિણી નક્ષત્ર 25/05/2023થી શરૂ થયું છે અને 08/06/2023 સુધી ચાલશે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ ગુજરાતમાં હાલમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તે લોકલ અસ્થિરતાનો વરસાદ છે.

 હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું?
હવામાન વિભાગ દ્વારા અંદબાર નિકોબાર ટાપુ ઉપર ઘણા દિવસ પહેલા ચોમાસું પહોંચાડી દેવામાં આવ્યું હતું. પરંતુ સત્તાવાર ચોમાસુ આજે અંદાબાર નિકોબાર ટાપુની અંદર પહોંચ્યું હોય તેવું વેધર મોડલમાં જણાઈ રહ્યું છે. હવે આવનાર 48 કલાકમાં ચોમાસું ત્યાંથી આગળ વધશે અને કેરળ સુધી પહોંચશે.

 ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment