ચોમાસું વધ્યું આગાળ! ગુજરાતમાં ક્યારે પહોંચશે? જાણો જૂન મહિનામાં વરસાદની આગાહી….

હાલમાં વરસાદનું રોહિણી નક્ષત્ર શરૂ છે. રોહિણી નક્ષત્ર 25/05/2023થી શરૂ થયું છે અને 08/06/2023 સુધી ચાલશે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ ગુજરાતમાં હાલમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તે લોકલ અસ્થિરતાનો વરસાદ છે.

અરબી સમુદ્ર ઉપરથી ઉત્તર ગુજરાત તરફ ખેંચાતા પવનોને કારણે વાતાવરણના ઉપલા સ્તરમાં અસ્થિરતા સર્જાઇ હતી. જેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. જેમાં બેચરાજીમાં ત્રણ ઇંચ વરસાદ, જ્યારે અમદાવાદ, દાતા અને વડગામની અંદર બે ઇંચ વરસાદ, જ્યારે જોટાણા, બાવળા, કલોલા વડાળી અને શિહોરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો તો કડી, નડિયાદ, પેટલાદ અને પાલનપુરની અંદર એક ઇંચ વરસાદ પડ્યો હતો.

હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું?
હવામાન વિભાગ દ્વારા અંદબાર નિકોબાર ટાપુ ઉપર ઘણા દિવસ પહેલા ચોમાસું પહોંચાડી દેવામાં આવ્યું હતું. પરંતુ સત્તાવાર ચોમાસુ આજે અંદાબાર નિકોબાર ટાપુની અંદર પહોંચ્યું હોય તેવું વેધર મોડલમાં જણાઈ રહ્યું છે. હવે આવનાર 48 કલાકમાં ચોમાસું ત્યાંથી આગળ વધશે અને કેરળ સુધી પહોંચશે.

લેટેસ્ટ વેધર ચાર્ટ મુજબ કેરળમાં ચોમાસાનું આગમન 5 જૂન આસપાસ થઇ જશે, જૂન મહિનાના બીજા અઠવાડિયામાં અરબસાગર ફૂલ એક્ટિવ થશે, જયારે 6થી 12 જૂન આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શકયતા હજુ જણાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડુંક મોડું થઇ શકે છે. જે મુજબ 16થી 22 જૂનમાં નોર્મલ વરસાદની શકયતા ગુજરાતમાં રહેલ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં 4 જૂને ચોમાસું પહોંચશે, જ્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે થોડું મોડું એટલે 17, 18 જૂને આસપાસ ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

1 thought on “ચોમાસું વધ્યું આગાળ! ગુજરાતમાં ક્યારે પહોંચશે? જાણો જૂન મહિનામાં વરસાદની આગાહી….”

Leave a Comment